ઉનાળાની ઋતુમાં આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરજો, પાચન સબંધી સમસ્યાઓ થઈ શકે છે

|

Mar 18, 2024 | 3:08 PM

ઉનાળાની ઋતુમાં આપણું શરીર બીમાર થવાનું જોખમ રહે છે કારણ કે આપણને ડીહાઇડ્રેશનનો સામનો કરવો પડી શકે છે અને વધુ પડતી ગરમીને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે. આ ઋતુમાં આપણા ત્રિદોષ (વાત, પિત્ત અને કફ) પણ અસંતુલિત થઈ શકે છે અને આપણને પાચન સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

1 / 7
શરીર જે રીતે કાર્ય કરે છે તેમાં હવામાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે જે પણ ખાવ છે કે પીવો છે તો તેની સીધી અસર શરીર પર થાય છે. વાસ્તવમાં, હવામાન અને યોગ્ય આહાર તમારા શરીરમાં એનર્જીનું કામ કરે છે. બીજી તરફ, એવી ઘણી વસ્તુઓ છે કે જેનું તાપમાન પ્રમાણે સેવન કરવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે  છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 7
ઉનાળાની ઋતુ શરુ થઈ ગઈ છે અને આ દરમિયાન તરબૂચ, લીંબુ પાણી, લસ્સી જેવી ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાજગીનો અનુભવ થાય છે. જો કે, કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ઉનાળામાં ખાવાનું ટાળવું જોઈએ. ઉનાળા દરમિયાન આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરવાથી તમારે અનેક સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે. ત્યારે ચાલો જાણીએ કઈ વસ્તુઓ છે તે  (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 7
કોફી : જો તમે આ કાળઝાળ ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માંગતા હોવ તો કોફીનું સેવન ટાળો. ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. કોફી શરીરને ડીહાઇડ્રેટ કરે છે. કોફી શરીરનું તાપમાન વધારી શકે છે. તે પાચનતંત્રને બગાડી શકે છે.

4 / 7
મસાલેદાર અને તળેલું ખોરાક : મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન કરવાથી શરીરનું તાપમાન વધે છે અને તમને પાચન સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, તેથી તેનાથી બચો.

5 / 7
અથાણું : અથાણાંમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે. આ સિવાય ઉનાળામાં વધુ પડતા અથાણાં ખાવાથી પણ અપચો થઈ શકે છે.

6 / 7
સોડા : ઉનાળામાં કાર્બોનેટેડ પીણાંનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અલબત્ત તેઓ પીવામાં આનંદદાયક છે પરંતુ તેઓ બિનઆરોગ્યપ્રદ છે. સોડામાં ખાંડ અને અન્ય ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ હોય છે, જે શરીરને ડીહાઇડ્રેટ કરી શકે છે. આવા મીઠા પીણાં ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે.

7 / 7
વાઇન અથવા બીયર : આલ્કોહોલની ઘણી આડઅસર હોય છે પરંતુ ઉનાળામાં લોકો બિયર ખૂબ પીવે છે. ઉનાળામાં આલ્કોહોલ પીવાથી ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, મોંમાં શુષ્કતા વગેરે લક્ષણો જોવા મળે છે. વધુમાં, આલ્કોહોલનું સેવન શરીરને ગરમ કરે છે અને પરસેવો વધારી શકે છે. પરસેવાના કારણે ડિહાઇડ્રેશનની પ્રક્રિયા ઝડપી બને છે.

Next Photo Gallery