12 થી 15 પીસનું કોર્પોરેટર ગીફટ બોકસ 250 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે 850 રૂપિયા કિલો વેચાતી ચોકલેટમાં નાના-મોટા મળીને 100થી 110 પીસ આવે છે. ચોકલેટનો આકાર લાદી બોમ્બ, સૂતળી બોમ્બ, ભોં-ચકરડી, રોકેટ, મોટા ટેટાની સર, નાના ટેટાની સર, શંભુ સહિતનાં આકારોમાં ચોકલેટ બનાવતા ખુશ્બુબેન વિવિધ ફલેવર્ડમાં પણ ચોકલેટ બનાવે છે. જેમાં ડ્રાયફૂટ, બટરસ્કોચ, ફ્રેકલ અને પાન-મસાલા જેવી ફલેવર સામેલ છે. આમાં આર્ટીફીશીયલ કલર ઉમેરવામાં આવતો નથી. નેચરલ કલરમાં જ ચોકલેટ બનાવવામાં આવે છે. ઓર્ડર મુજબ પણ વિવિધ આકારમાં ફટાકડા ચોકલેટ બનાવી આપે છે.