
છૂટાછેડાની લાંબી અને મુશ્કેલ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે આ હોટલ એક સરળ રસ્તો આપે છે. હોટલમાં એક એવું વાતાવરણ અને વ્યવસ્થા બનાવવામાં આવી છે જે કાનૂની સલાહ, મનોવૈજ્ઞાનિક સહાય અને મધ્યસ્થી એકસાથે પૂરી પાડે છે, જેથી છૂટાછેડાની પ્રક્રિયા કોઈપણ તણાવ વિના ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

આ હોટેલ નેધરલેન્ડના હાર્લેમ શહેરમાં આવેલી છે. તેને 'ધ સેપરેશન ઇન' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોટલે નેધરલેન્ડ્સમાં પહેલેથી જ હલચલ મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 17 યુગલોએ તેનો ઉપયોગ કર્યો છે, જેમાંથી 16 યુગલોએ ખુશીથી છૂટાછેડાના કાગળો પર સહી કરી છે.

હવે જીમ તેને અમેરિકન શહેરોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના માટે ન્યૂ યોર્ક અને લોસ એન્જલસ જેવી મોટી હોટલો પસંદ કરવામાં આવી રહી છે.