દિવ્યાંગ સમાનતા, સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહેસાણામાં કાર્યક્રમ યોજાયો

વર્ષ 2023-24 દરમિયાન બ્રહ્માકુમારીઝના રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશના દિવ્યાંગ સેવા પ્રભાગ દ્વારા પૂરા ભારતમાં રાજ્ય સ્તરીય ‘દિવ્યાંગ સમાનતા સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન’ નું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત ગુજરાત સ્તરનું આ અભિયાન મહેસાણા આવી પહોંચતા મહેસાણાના પાંજરા પોળ, આઝાદ ચોક સ્થિત ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક નબળા બાળકોની દિશા સ્કુલમાં પણ કાર્યક્રમ યોજાયો.

| Edited By: | Updated on: Jan 17, 2024 | 7:41 PM
4 / 5
મંચ કાર્યક્રમ બાદ 45 જેટલા માનસિક દિવ્યાંગ બાળકોને, મૂલ્ય વર્ધક સાપ સીડી, દડા ફેંક, ચિત્ર સ્પર્ધા, વેલ્યુગેમ જેવી રમતો રમાડી, એમનામાં રહેલી પ્રતિભાને બાહર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત ઈનામો તેમજ તાજ અર્પણ કરતાં જ એમના ચહેરા પર ખુશીની રોનક છવાઈ ગઈ હતી.

5 / 5
બાળકોએ ખૂબ જ ઉત્સાહથી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અંતમાં રાખેલ ગરબા પણ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી કર્યા. આજ રીતે અભિયાન દ્વારા બહેરામુંગાની શાળા – કે.કે. વિદ્યાલય, પીલાજી ગંજ, મહેસાણા અને ડૉ. સ્વામી કૃપલાણીજી અપંગ છાત્રાલય, નુગર ખાતે પણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. જેમાં ક્રમશ: 50 અને 150 બાળકોએ લાભ લીધો હતો.