
કાજુ કતરીની બનાવટમા મુખ્યત્વે કાજુ અને ખાંડ નો સમાવેશ થાય છે. કાજુકતરીની ઉપર ચાંદીનું વરખ લગાવવામાં આવે છે હવે જેમને ડાયાબિટીસ થયો હોય તેવા મીઠાઈના રસિયાઓ માટે દેશી ગોળ માંથી કાજુકતરી બનાવવામાં આવે છે. દેશી ગોળ માંથી બનતી કાજુકતરી મીઠાઈ ની દુકાનોમાં આશરે 900 થી 1000 રૂપિયા ના ભાવે મળી રહે છે.

રસ મલાઈ આમ જુઓ તો રસમલાઈ બંગાળી મીઠાઈ છે. રસ મલાઈ અનેક ફેલેવરની કે વેરાઈટી ની મળે છે. જો તમે દેશી ગોળમાંથી બનેલી રસમલાઈ ખાઓ તો તમને ખબર પણ નથી પડતી કે આ રસમલાઈ ખાંડની નહીં પણ ગોળની છે. દેશી ગોળ માંથી બનેલી રસ મલાઈના એક પીસ નો ભાવ આશરે 25 થી 35 રૂપિયાની વચ્ચે હોય છે
Published On - 3:26 pm, Thu, 31 August 23