
દીપિકા પાદુકોણ તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. હવે તે ફરી એકવાર મંદિરમાં દર્શન કરવા પહોંચી.

આ વખતે તે પતિ રણવીર સિંહની ફિલ્મ 83ની રિલીઝ પહેલા મંદિરમાં ગઈ હતી. ખરેખર, આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

ફિલ્મની રિલીઝ પહેલા દીપિકાએ મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન દીપિકા પિંક કલરના સૂટમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ પિંક કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મીડિયાને જોઈને દીપિકાએ પોઝ પણ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે દીપિકા ફિલ્મ 83માં પણ છે. આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે.