23 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું, સર્જરીએ બદલ્યું જીવન, ડેનિયલ કોલિન્સ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમવા તૈયાર

|

Jan 28, 2022 | 8:54 PM

અમેરિકન ટેનિસ સ્ટાર ડેનિયલ કોલિન્સ (Danielle Collins) પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી છે.

1 / 5
અમેરિકાની ડેનિયલ કોલિન્સ પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત સાથે ગુરુવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે તે પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. સેમિફાઇનલમાં, તેણે 36 °C તાપમાનમાં રમાયેલી મેચમાં એલિજે કોર્નેટને 7-5, 6-1થી હરાવી.

2 / 5
ડેનિયલ બે NCAA (કોલેજ-લેવલ વર્લ્ડ ચેમ્પિયનશિપ) ટાઇટલ જીતનાર અને ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી છે. તેણે 2014 અને 2016માં આ NCAA ટાઈટલ જીત્યું હતું. તેની ટેનિસ સફર કોલેજથી જ શરૂ થઈ હતી.

3 / 5
કોલિન્સે ટેનિસ રમવાનું ખૂબ મોડું શરૂ કર્યું. તેણે 23 વર્ષની ઉંમરે પ્રોફેશનલ સર્કિટમાં રમવાનું શરૂ કર્યું હતું. ઇન્ડિયન વેલ્સ એન્ડ મિયામી ઓપનમાં ક્વોલિફાયર હોવા છતાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ત્યારે તેને બે વર્ષમાં, 2018 માં સફળતા મળી.

4 / 5
ડેનિયલને એન્ડ્રોમેટિઓસિસ નામની લાંબી બીમારી હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે સતત પીડામાં રહેતી હતી. આ બીમારીને કારણે તેનું પીરિયડ સાયકલ પણ બગડી ગયું હતું. ગુરુવારે જીત બાદ તેણે કહ્યું કે તેણે પોતાના કરિયરમાં ક્યારેય આટલી પીડાનો સામનો કર્યો નથી. આ કારણે તેણે ગયા વર્ષે એપ્રિલમાં તેની સર્જરી કરાવવી પડી હતી પરંતુ હવે બધું બરાબર છે.

5 / 5
ગયા વર્ષના વિમ્બલ્ડનથી લઇને હમણા સુધી 39 માંથી 31 મેચ જીતી છે, જેમાં બે WTA ટાઇટલનો સમાવેશ થાય છે. હવે તેની પાસે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે પરંતુ આ પડકાર તેના માટે આસાન નહીં હોય કારણ કે તેને વિશ્વની નંબર વન એશલે બાર્ટીના પડકારનો સામનો કરવો પડશે.

Next Photo Gallery