
ફોટોઝમાં શહનાઝની બોલ્ડ સ્ટાઈલ અને તેના એક્સપ્રેશન જબરદસ્ત લાગે છે. શહનાઝની તસવીરો શેર કરતા ડબ્બુએ લખ્યું, સુંદરતા ચહેરામાં નહીં પરંતુ દિલથી હોય છે.

શહનાઝની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ગયા વર્ષે તેની ફિલ્મ હૌસલા રખ રિલીઝ થઈ હતી જેમાં તેની સાથે દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા લીડ રોલમાં હતા. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી, શહનાઝે આગામી પ્રોજેક્ટ્સને લઈને કોઈ જાહેરાત કરી નથી.