
જો છેલ્લા 5 મહિનાની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 172.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 171 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.દેશના મોટા મહાનગરોમાંના એક એવા મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 173 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈમાં છેલ્લા 5 મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 171 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ, સતત 9મા મહિને ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માહિતી અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે. બીજી તરફ કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 829 રૂપિયા જોવા મળી રહી છે. બીજી તરફ મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 802.50 રૂપિયા પર યથાવત છે. ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 818.50 રૂપિયા જોવા મળી રહી છે.