ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, 5 બાળકો અને 10 વર્ષનો પ્રેમ… હવે કરશે લગ્ન, તારીખ આવી સામે

ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિના રોડ્રિગેઝ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ ઓગસ્ટમાં આ હાઈ-પ્રોફાઈલ લગ્ન યોજાશે.

| Updated on: Aug 02, 2026 | 9:40 PM
1 / 5
ફૂટબોલ જગતના સૌથી મહાન ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની લાંબા સમયની પાર્ટનર જોર્જિના રોડ્રિગેઝના લગ્નને લઈને ચર્ચાઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ યુગલ પોર્ટુગલના એ સુંદર દ્વીપ મદેરામાં લગ્નના બંધનમાં બંધાવવાની તૈયારી કરી રહ્યું છે, જ્યાં રોનાલ્ડોનો જન્મ થયો હતો.

2 / 5
રોનાલ્ડો કે જોર્જિના તરફથી લગ્નની તારીખ કે સ્થળ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે આ કપલ 8 ઓગસ્ટે લગ્ન કરવા જઈ રહ્યું છે. રોનાલ્ડો અને જોર્જિના મદેરાની રાજધાની ફુંચાલ સ્થિત ઐતિહાસિક 'ફનચાલ કેથોડ્રલ'માં એકબીજા સાથે લગ્નની કસમ લઈ શકે છે.

3 / 5
લગ્ન પછી ફાઈવ સ્ટાર લક્ઝરી હોટેલ 'સેવોય પેલેસ'માં એક રિસેપ્શન પાર્ટી યોજવામાં આવશે. 2 દિવસ માટે આ હોટેલમાં પ્રાઈવેટ ઈવેન્ટના કારણે મહેમાનો માટે બે ફ્લોર અને કેટલાક બાર એરિયા બંધ રહેશે. આ પ્રકારની કડક સુરક્ષા અને નિયંત્રણો બાદ માનવામાં આવી રહ્યું છે કે હોટેલને આ હાઈ-પ્રોફાઈલ લગ્ન માટે જ બુક કરવામાં આવી છે.

4 / 5
જણાવી દઈએ કે, મદેરા દ્વીપ રોનાલ્ડોના હૃદયની ખૂબ નજીક છે. ફુંચાલમાં જન્મેલા અને ઉછરેલા પોર્ટુગલના કેપ્ટને પોતાની ફૂટબોલ કરિયરની શરૂઆત આ જ દ્વીપની શેરીઓમાંથી કરી હતી, જે બાદ તેઓ રમતગમતના ઈતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાંથી એક બન્યા.

5 / 5
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગેઝ છેલ્લા 10 વર્ષથી સાથે રહી રહ્યા છે. આ કપલને 5 બાળકો પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગેઝની પ્રથમ મુલાકાત વર્ષ 2016માં થઈ હતી, જે બાદ બંનેનો સંબંધ રમતગમત અને એન્ટરટેઈનમેન્ટ જગતની સૌથી ચર્ચિત વાર્તાઓમાંથી એક બની ગયો. જોર્જિનાએ ઓગસ્ટ 2025માં પોતાની હીરાની મોટી વીંટીનો ફોટો શેર કરીને સગાઈની પણ પુષ્ટિ કરી હતી. (ALL PHOTO CREDIT- INSTAGRAM)

Follow Us
Loading...
Unable to load recommendations.