
હલ્દી સમારંભમાં, સ્મૃતિ તેના ક્રિકેટ સાથી ખેલાડીઓ સાથે હસતી અને પોઝ આપતી જોવા મળી હતી. તેના હલ્દીના ફોટામા દેખાય રહ્યું છે કે તે કેટલી ખુશ છે, અને હવે સોશિયલ મીડિયા પર તેની હલ્દી સેરેમનીના બધા જ ફોટા વાયરલ થઈ રહ્યા છે.

સમગ્ર હલ્દી સેરેમનીનો આખો માહોલ પીળી રંગની થીમમાં છવાયેલો હતો. સ્મૃતિની સાથે, શેફાલી વર્મા, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, શિવાલી શિંદે, રાધા યાદવ અને જેમિમા પીળા ડ્રેસમાં અદભુત દેખાઈ રહ્યા હતા.

તેમના હલ્દી સમારંભના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે પલાશ અને સ્મૃતિના ચહેરા પર આનંદ દેખાઈ રહ્યો છે. તેઓ ખૂબ જ આનંદ માણી રહ્યા હોય તેવું લાગે છે.