3 બેટ્સમેનોએ ફટકારી સદી, ટીમે 586 રન બનાવ્યા અને એક મોટો રેકોર્ડ બન્યો

બુલાવાયો ટેસ્ટના બીજા દિવસે ઝિમ્બાબ્વેએ તેના ટેસ્ટ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર 586 રન બનાવ્યો હતો. આ વિશાળ સ્કોર દરમિયાન તેના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. શોન વિલિયમ્સ, ક્રેગ એર્વિન અને બ્રાયન બેનેટે સદી ફટકારીને ચાહકોના દિલ જીતી લીધા હતા.

| Updated on: Dec 27, 2024 | 8:51 PM
4 / 5
ઝિમ્બાબ્વેની ઈનિંગ્સમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વેના ટેસ્ટ ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત આવું બન્યું છે. પ્રથમ વખત 1995માં ઝિમ્બાબ્વેના બેટ્સમેન ગ્રાન્ટ ફ્લાવર, એન્ડી ફ્લાવર અને ગાય વ્હિટલે પાકિસ્તાન સામેની એક જ મેચમાં સદી ફટકારી હતી. આ પછી વર્ષ 2001માં ઝિમ્બાબ્વેના બેટ્સમેન ટ્રેવિસ ગ્રિપર, એન્ડી ફ્લાવર અને ક્રેગ વિશાર્ટે પણ બાંગ્લાદેશ સામે ત્રણ સદી ફટકારી હતી.

5 / 5
586 રન ઝિમ્બાબ્વેનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર બની ગયો છે. આ પહેલા વર્ષ 2001માં આ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 563 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની ટીમ ટેસ્ટમાં માત્ર પાંચ વખત 500નો આંકડો પાર કરી શકી છે. (All Photo Credit : X / Zimbabwe Cricket)