
ટાઈમ આઉટ : એક બેટ્સમેન આઉટ થયા પછી, બીજા બેટ્સમેનને ક્રિઝ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવે છે. જો અન્ય બેટ્સમેન સમયસર ક્રિઝ પર ન પહોંચે, તો તેને ટાઇમ આઉટ દ્વારા આઉટ આપવામાં આવે છે. ટેસ્ટ અને ODIમાં બેટ્સમેનને ક્રિઝ પર આવવા માટે 2 મિનિટનો સમય મળે છે અને T20 ઈન્ટરનેશનલમાં તેને 90 સેકન્ડનો સમય મળે છે.

માંકડિંગ આઉટ : જો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હાજર બેટ્સમેન બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડીને જતો હોય તો બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડના બોલને વેરવિખેર કરીને તેને આઉટ કરી શકે છે. આને માંકડિંગ આઉટ કહેવામાં આવે છે. આ પ્રકારની વિકેટ ઘણીવાર ચર્ચામાં રહે છે.

હેન્ડલ ધ બોલ : જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમની પરવાનગી વિના પોતાના હાથથી બોલને કેચ કરે છે અથવા રોકે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે.

બેટ્સમેનને બોલ્ડ કરીને આઉ કરવો : જ્યારે બોલર બોલિંગ કરે છે તે દરમ્યાન તેનો બોલ સીધો સ્ટમ્પ પર અથડાવે છે, ત્યારે બેટ્સમેન બોલ્ડ થાય છે. બોલ ભલે સીધો સ્ટમ્પને અથડાતો હોય કે પછી બેટ અને બોડીને અથડાતો હોય, તેને દરેક રીતે આઉટ ગણવામાં આવે છે.

કેચ આઉટ : ક્રિકેટ મેચોમાં મોટાભાગની વિકેટો કેચ દ્વારા પડતી હોય છે. જ્યારે બેટ્સમેન હવામાં શોટ મારે છે અને ફિલ્ડર બોલને જમીન પર પડ્યા વિના કેચ કરે છે, તો તેને કેચ આઉટ ગણવામાં આવે છે. એક કેચ તમને મેચ જીતવા કે હરાવવા અકફી હોય છે.

લેગ બિફોર વિકેટ (LBW) : જો બોલ બેટ્સમેનના બેટ સાથે અથડાતો ન હોય અને સીધો તેના શરીર પર એવી રીતે અથડાતો હોય કે જો બેટ્સમેન ત્યાં ન હોય તો તે બોલ સીધો સ્ટમ્પ પર અથડાતો હોય, આ રીતે બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે અને તેને LBW કહેવામાં આવે છે.

રન આઉટ : ક્રિકેટર પિચ પર રન પૂરો કરવા માટે બેટ્સમેને દોડીને ક્રિઝની અંદર પહોંચવું પડે છે. જો ફિલ્ડિંગ ટીમ બેટ્સમેન ક્રિઝ પર પહોંચે તે પહેલા સ્ટમ્પ પર બોલ થ્રો કરે છે, તો બેટ્સમેન રનઆઉટ થઈ જશે.

સ્ટમ્પિંગ : બેટ્સમેને મર્યાદિત વિસ્તારમાં બેટિંગ કરવાની હોય છે, આ એરિયાને ક્રીઝ કહેવામાં આવે છે. જો રમતી વખતે બેટ્સમેન ક્રિઝની બહાર આવે અને બોલ પાછળ ઉભેલા વિકેટકીપર પાસે જાય, તો કીપર બેટ્સમેનને સ્ટમ્પિંગ કરીને આઉટ કરી દે છે.

આઈસીસીના નિયમ અનુસાર, કોઈ ખેલાડી અમ્પાયરની મંજૂરી વગર ડગઆઉટમાં પાછો જતો રહે તો તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. બેટસમેનને કોઈ આઉટ કરતું નથી, પણ તે પોતે મેદાન છોડે છે.

હીટ ધ બોલ : જો બેટ્સમેન બોલને બે વાર "હિટ" કરે છે, તો તે આઉટ થઈ જાય છે. પ્રથમ હિટ ત્યારે થાય છે જ્યારે બોલ બેટ્સમેન અથવા તેના બેટને અથડાવે છે જ્યારે બીજી હિટ ત્યારે થાય છે જ્યારે બેટ્સમેન ઇરાદાપૂર્વક બોલ ને અવરોધે છે. બેટ્સમેનને તેના બેટ અથવા શરીર વડે બીજી વખત બોલને ફટકારવાની છૂટ છે (પરંતુ બેટના સંપર્કમાં ન હોય તેવા હાથથી નહીં) જો આવું બોલને સ્ટમ્પ સાથે અથડાતો અટકાવવા માટે કરવામાં આવે.
Published On - 1:15 pm, Mon, 11 December 23