ભારતની શાનદાર બોલિંગ ભારતને મળ્યો માત્ર 53 રનનો ટાર્ગેટ , ગુજરાતી ખેલાડીએ લીધી 7 વિકેટ

|

Dec 12, 2023 | 2:37 PM

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. શમીના કારણે જ ભારત સરળતાથી ફાઈનલ સુધી પહોંચી શક્યું હતું. નેપાળ 52 રનમાં બોલ આઉટ થયું છે રાજ લિંબાણીએ 7 વિકેટ લીધી છે.

1 / 5
 ભારતીય ટીમને મોહમ્મદ શમીને ટક્કર આપવા માટે વધુ એક યુવા બોલર મળ્યો છે. શમી હાલમાં 33 વર્ષનો છે, ત્યારે કહી શકાય કે, મોહમ્મદ શમીના સંન્યાસ બાદ  આ યુવા બોલર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આવો તમને જણાવીએ કે આ પ્રતિભાશાળી બોલર કોણ છે.

2 / 5
રાજકોટના પ્રિયાંશુ મોલીયા અને બીલીમોરાના રાજ લિંબાણીની અંડર 19 એશિયા કપની મેચમાં પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું છે.લિંબાણીએ તેની ઘાતક બોલિંગ ચાલુ રાખી અને દીપક ડુમરે (0) અને દીપક બોહરાને (7) રન તેમજ નેપાળની 7 વિકેટ લીધી છે.

3 / 5
  દુબઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 એશિયા કપની ગ્રુપ A મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાન સામે બોલિંગ કરતી વખતે ભારતીય યુવાનોનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. પરંતુ સૌથી વધુ પ્રભાવિત કરનાર બોલર રાજ લિંબાણી હતો. બિલિમોરાના રાજ લિંબાણીએ અફધાનિસ્તાનની મહત્વની 3 વિકેટ લીધી હતી. નેપાળ સામે પહેલી વિકેટ પણ રાજે લીધી અને છેલ્લી વિકેટ પણ રાજે લીધી હતી. આમ કુલ 7 વિકેટ રાજ લિંબાણીના નામે છે.

4 / 5
 રાજની શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 173 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે આજે ભારતીય ટીમનો મુકાબલો નેપાળ સામે છે. તેમાં પણ રાજ લિંબાણીએ 5 વિકેટ ઝડપી છે.રાજ લિંબાણીએ 9 ઓવરમાં 3 મેડઈન ઓવર હતી. તેમજ રાજે 9 ઓવરમાં માત્ર 13 રન  આપ્યા હતા અને 7 વિકેટ ઝડપી છે.

5 / 5
  અંડર-19 ટીમ ઈન્ડિયા માટે રાજ લિંબાણીની આ પહેલી ઈન્ટરનેશનલ મેચ છે અને તેની શાનદાર બોલિંગને જોઈને તેને આગામી મોહમ્મદ શમી કહેવામાં આવી રહ્યો છે. આજે રાજ લિંબાણીની બોલિંગની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. નેપાળ સામે ભારતને માત્ર 53 રનનો લક્ષ્યાંક મળ્યો છે

Published On - 1:25 pm, Tue, 12 December 23

Next Photo Gallery