
સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી T20 શ્રેણીની ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી. આ જોરદાર પ્રદર્શનના કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. આ સિરીઝની છેલ્લી બે મેચમાં તેણે 41 બોલમાં 62 રન અને 47 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે સિરીઝની પ્રથમ મેચમાં 53 રનની ઈનિંગ રમી હતી.

સ્મૃતિ મંધાના પાસે હવે ODI રેન્કિંગમાં નંબર-1 બનવાની મોટી તક છે. વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝની પ્રથમ મેચમાં તેણે 102 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી. બીજી મેચમાં પણ તે અડધી સદી ફટકારવામાં સફળ રહી હતી. આ મેચમાં તેણે 47 બોલમાં 53 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં સ્મૃતિ મંધાના આગામી રેન્કિંગમાં ODIમાં નંબર-1 બેટ્સમેન પણ બની શકે છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લી 6 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં સ્મૃતિ મંધાનાએ દરેક વખતે 50+ રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદી અને 1 સદી સામેલ છે. સ્મૃતિ મંધાના અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે. (All Photo Credit : PTI)
Published On - 5:08 pm, Tue, 24 December 24