
બંગાળ માટે, કૈફે અત્યંત ખતરનાર બોલિંગ કરી અને 5.5 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે સૂરજ સિંધુએ 3 અને ઈશાન પોરેલે બે વિકેટ લીધી. કૈફ આ સિઝનની પ્રથમ મેચમાં બહુ અસરકારક સાબિત થઈ શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેને શાનદાર વાપસી કરી અને શાનદાર બોલિંગ કરી.

યુપીના 60 રનના જવાબમાં બંગાળની ટીમે પહેલા દિવસની રમતના અંતે 5 વિકેટે 95 રન બનાવી લીધા હતા અને યુપી પર 35 રનની લીડ મેળવી લીધી હતી. પ્રથમ દિવસે, ભુવનેશ્વર કુમારે યુપી માટે તમામ 5 વિકેટ લીધી હતી અને 3 મેડન ઓવર નાખી 13 ઓવરમાં 25 રન આપ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં બંગાળનો કેપ્ટન મનોજ તિવારી 2 રન બનાવીને મેદાન પર હાજર હતો જ્યારે તેની સાથે શ્રેયાંસ ઘોષ 37 રન બનાવીને અણનમ રહ્યો હતો.