રાહુલ દ્રવિડ કોચ પદ પરથી હટયો, પૂર્વ ગુજ્જુ ક્રિકેટરને મળી મહત્વની જવાબદારી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. ટી20 સીરિઝ 1-1થી ડ્રો કર્યા બાદ ભારતીય ટીમનું ધ્યાન વનડે સીરિઝ જીતવા પર છે. પણ તે પહેલા ભારતીય ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડ વનડે સીરિઝમાં ભારતીય પ્લેયર્સને કોંચિગ નહીં આપશે.
દ્રવિડે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં અને 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં ન્યૂલેન્ડ્સમાં રમાનાર બે ટેસ્ટને સૌથી વધુ પ્રાધાન્ય આપવા BCCI સાથે મળીને આ નિર્ણય કર્યો છે.
5 / 5
રોહિત શર્મા, વિરાટ કોહલી, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની અને હર્ષિત રાણા સહિત દક્ષિણ આફ્રિકા માટે રવાના થયા છે.