
નેટ સાયવર બ્રન્ટે તેના 19 વર્ષના લાંબા કરિયરમાં 141 વન ડે, 112 ટી20 આંતરરાષ્ટ્રીય અને 14 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને તમામ ફોર્મેટમાં કુલ 335 વિકેટ ઝડપી હતી. તેને વનડે ક્રિકેટમાં 170 વિકેટ, ટી20 ઈન્ટરનેશનલમાં 114 વિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 51 વિકેટ લીધી હતી. તે ત્રણ વખત ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂકી છે.

ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની મહત્વની ખેલાડી કેથરીન બ્રન્ટ (Katherine Brunt) ની વાત કરીએ તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર છે. તેણે ઇંગ્લેન્ડ માટે 14 ટેસ્ટ મેચ રમી છે. આ મેચમાં તેણે 51 વિકેટ લીધી છે. વન-ડે ક્રિકેટની વાત કરીએ તો કેથરિન બ્રન્ટે ઇંગ્લેન્ડ માટે 140 વનડે મેચમાં ભાગ લીધો હતો. જેમાં તેણે 167 વિકેટ લીધી છે. જ્યારે 96 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે ભાગ લીધો હતો અને તેમાં તેણે 98 વિકેટ ઝડપી છે.