ઈરફાન પઠાણે મોટા ભાઈને રાજકારણમાં પ્રવેશવા બદલ પાઠવ્યા અભિનંદન , આવો છે પરિવાર
ઈરફાન પઠાણ (Irfan Pathan)આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલા કેટલાક ખાસ રેકોર્ડ. તેમજ તેમના પરિવાર વિશે તેમની પત્ની કોણ છે કેટલા બાળકો છે. ઈરફાન પઠાણને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ પણ ભારતીય ક્રિકેટમાં પોતાની તાકાત દેખાડી ચૂક્યો છે. પૂ્ર્વ ક્રિકેટરનો જન્મ વડોદરામાં થયો હતો.
1 / 5
ક્રિકેટર ઈરફાન અને યુસુફ પઠાણની માતાનું નામ સમીમબાનુ પઠાણ છે. અને પિતાનું નામ મેહમૂદ ખાન પઠાણ છે. ઇરફાન પઠાણના પરિવારમાં તેનો મોટો ભાઇ યૂસુફ પઠાણ છે, જે ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ રમી ચુક્યો છે.ઇરફાન અને યૂસુફને શગુફ્તા પઠાણ નામની એક બહેન પણ છે.
2 / 5
ગુજરાતના વરોડદરામાં જન્મેલા ઈરફાન પઠાણ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઈરફાન બોલની સાથે સાથે બેટમાં પણ શાનદાર રીતે રમતો હતો. ઈરફાન પાસે શાનદાર સ્વિંગ કરવાની ક્ષમતા હતી. આ ડાબોડી ઓલરાઉન્ડર પોતાના બોલને બેટથી શાનદાર કામ કરતો હતો.
3 / 5
ઈરફાને 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને કુલ 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે ઈરફાનને 'મેન ઓફ ધ મેચ' પણ આપવામાં આવ્યો હતો.
4 / 5
38 વર્ષના ઈરફાન પઠાણે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ઓક્ટોબર 2012માં રમી હતી. તેણે ભારતીય ટીમ માટે 29 ટેસ્ટ, 120 ODI અને 24 T20 મેચ રમી હતી. તે લાંબા સમય સુધી T20 લીગ IPLનો પણ ભાગ હતો. 300 થી વધુ વિકેટ લેવા ઉપરાંત તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2800 થી વધુ રન પણ બનાવ્યા છે
5 / 5
પઠાણે જાન્યુઆરી 2020માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ બાદ તે ઘણી ટીમોને કોચિંગ આપતો જોવા મળ્યો હતો. હાલ તેઓ કોમેન્ટ્રી સાથે જોડાયેલો છે. તેણે 2017માં ગુજરાત લાયન્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સિઝન રમી હતી. ગુજરાત લાયન્સની ટીમ હવે IPLનો ભાગ નથી.
Published On - 10:32 am, Fri, 27 October 23