
આ પહેલા ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડની 2 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ વોટ અને બ્રન્ટે સારી રીતે ઈનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 138 રનની મજબૂત ભાગીદારી કરી હતી. ટી20 ક્રિકેટમાં ભારત સામે ઈંગ્લેન્ડની આ પ્રથમ સદીની ભાગીદારી છે. વોટ અને બ્રન્ટની ભાગીદારી નવોદિત સાયકા ઇશાકે તોડી નાખી હતી. તેણે 16મી ઓવરમાં વોટને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. વોટે 47 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 75 રનની ઇનિંગ રમી હતી.

ઈશાક ઉપરાંત શ્રેયંકા પાટીલે પણ ડેબ્યુ કર્યું હતું. શ્રેયંકા ઘણી મોંઘી સાબિત થઈ. તેણે ચાર ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે 18મી ઓવરમાં ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ (6) અને 20મી ઓવરમાં એમી જોન્સ (9 બોલમાં 21)રનમાં આઉટ થયા હતા.

જ્યારે રેણુકાએ 19મી ઓવરમાં બ્રન્ટના બોલમાં આઉટ થઈ. તેણે 53 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. રેણુકા ભારત માટે સૌથી સફળ બોલર રહી હતી, જેણે 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.