
આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવી હતી.

ટીમ ઇન્ડિયાએ સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની આગેવાની વાળી ઈન્ડિયન ટીમ ગુહાટીમાં શ્રેણી જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

આ સીરીઝની ચોથી મેચ રાયપુરમાં પહેલી ડિસેમ્બરે યોજાશે. જ્યારે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરના રોજ બેંગ્લોરમાં રમાશે.