
તમે વિચારતા હશો કે પહેલી વખત ક્રિકેટમાં હેલ્મેટ ક્યારે પહેરવામાં આવ્યું હશે. તો તમને જણાવી દઈએ કે, પહેલી વખત 1978માં ઓસ્ટ્રેલિયાના ગ્રાહમ નીલ યાલેપે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ હેલ્મેટ પહેર્યું હતુ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત તમામ ક્રિકેટરો ઉંચી બ્રાન્ડ અને કિંમતની ક્રિકેટ કિટનો ઉપયોગ કરે છે.

વિરાટ કોહલી જે કંપનીનું હેલ્મેટ પહેરે છે. તે શ્રેય કંપનીનું છે. જેની કિંમત અંદાજે 12,000 રુપિયા છે. વિરાટ કોહલીની સાથે જો રૂટ, સ્ટીવ સ્મિથ, શિખર ધવન, એમએસ ધોની, મોઈન અલી, એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર અને બીજા કેટલાક ખેલાડી પણ શ્રેય કંપનીનું હેલ્મેટ પહેરે છે.

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની તમામ ટીમોના ખેલાડીઓ આ હેલ્મેટ પહેરે છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ઈંગ્લેન્ડના કેપ્ટન, પાકિસ્તાનના ખેલાડી પણ શ્રેય હેલ્મેટનો ઉપયોગ કરે છે.
Published On - 10:01 am, Wed, 29 November 23