
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની દમદાર બેટિંગના કારણે ભારતે મેચમાં પકડ મજબૂત બનાવતા ધીરે-ધીરે ભારતનો રેટ ઘટ્યો હતો અને ટીમ ઈન્ડિયાની જીતના ચાન્સ વધ્યા હતા, છતાં બંને ટીમનો રેટ લગભગ સમાન જ હતો. ઈશાન કિશન આઉટ થયો ત્યારે ભારતનો રેટ 1.36 અને ઓસ્ટ્રેલિયાનો રેટ 1.15 હતો.

મેચ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી હતી અને ભારતને જીતવા 6 બોલમાં 7 રનની જરૂર હતી ત્યારે આ બેટિંગ રેટમાં સૌથી મોટો પરિવર્તન આવ્યો હતો અને ભારતનો રેટ ઓસ્ટ્રેલિયા કરતાં ઘણો ઓછો થઈ ગયો હતો. મતલબ કે મેચ જીતવા ભારત ફેવરિટ થઈ ગયું હતું. અંતિમ ઓવર પહેલા ભારતનો રેટ 0.44 અને ઓસ્ટ્રેલિયાનો રેટ 1.44 હતું.