
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે ચોથી મેચ શુક્રવારે રાયપુરમાં રમાશે. આ મેચ પણ રોમાંચક બનશે તેવી શક્યતા છે, છતાં મેચ જીતવા માટે સટ્ટા બજારમાં ટીમ ઈન્ડિયા ફેવરિટ છે. જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. છેલ્લી મેચમાં ધમાલ પ્રદર્શન કરનાર મેક્સવેલ સહિત અનેક સ્ટાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરી ચૂક્યા છે એવામાં ભારતના જીતવાના ચાન્સ વધી ગયા છે એવું LIVE Betting સાઈટનું માનવું છે.

ચોથી T20 મેચ શરૂ થવાના 6 કલાક પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવી ચૂક્યા છે, જેમાં ભારતનો રેટ 1.50 અને ઓસ્ટ્રેલિયાનો રેટ 2.80 ની આસપાસ ચાલી રહ્યો છે. જેનો એ અર્થ થયો કે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ભારત ફેવરિટ છે.