
એક્યુવેધરના રિપોર્ટ પર નજર કરીએ તો રાયપુરનું હવામાન 1લી ડિસેમ્બરે સાફ થઈ જશે. વરસાદની સંભાવના માત્ર 3 ટકા છે. મેચના દિવસે, રાયપુરમાં સૌથી વધુ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ઘટતા તાપમાનના કારણે રાયપુરના મેદાનમાં ઝાકળ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. જેથી ઝાકળને કારણે રનનો પીછો કરવો સરળ બને.

ભારતે ચોથી T20માં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી સાવધ રહેવું પડશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 લગભગ જીતી લીધી હતી. પરંતુ મેક્સવેલની શાનદાર ઇનિંગે આ મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી. તાજેતરમાં, મેક્સવેલે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે પીછો કરતી વખતે બેવડી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.

રાયપુર ખાતે રમાનાર ચોથી T20 દરમ્યાન ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા.

ચોથી T20 દરમ્યાન ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન.