
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે તિરૂવનંતપુરતમાં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી, જેમાં ઓપનર બેટસમેન યશસ્વી જયસ્વાલે કમાલની બેટિંગ કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચમાં પણ યશસ્વી જયસ્વાલ રનનો વરસાદ કરે તો નવાઈ નહીં.

આ બાદ ઋતુરાજ ગાયકવાડ ત્રીજી મેચમાં રમશે બીજી T20 માં છેલ્લી ઓવરના બીજા બોલ પર તે પેવેલિયન પરત ફર્યો હતો. જેમાં ઋતુરાજ ગાયકવાડે 43 બોલ રમ્યા જેમાંથી તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. સારા પર્ફોર્મન્સને કારણે ત્રીજી મેચમાં પણ આ ખેલાડી ધૂમ મચાવશે.

ઈશાન કિશનનું પર્ફોર્મન્સ ભારત ઓસ્ટ્રેલિયાની બંને મેચમાં શાનદાર રહ્યું છે. મહત્વનુ છે કે બીજી T20 મેચમાં ઈશાન કિશને આવતાની સાથે જ તોફાન સર્જી દીધું અને ઋતુરાજ પહેલા પોતાની અડધી સદી પૂરી કરી. તે 16મી ઓવરના બીજા બોલ પર સ્ટોઈનિસની ઓવરમાં આઉટ થયો હોટ. તેણે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. હવે ત્રીજી મેચમાં પણ આનાથી સારું પ્રદર્શન આપશે.

ક્રિકેટના ભવિષ્યનો ધોની કહેવતો રિંકુ સિંહ જે દરેક મેચમાં ધૂયાધાર પ્રદર્શ્ન આપી રહ્યો છે. T20 બીજી મેચમાં સૂર્યકુમારના આઉટ થયા બાદ આવેલા રિંકુ સિંહે આવતાની સાથે જ તોફાની બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવ્યા. જે ત્રીજી મેચ માટે આનાથી પણ વધુ આક્રમક બેટિંગ કરે તો નવાઈ નહીં.

ટીમમાં હાલમાં પાંચ બોલર છે. સૂર્યકુમાર આ મેચમાં તિલક વર્માને છોડીને શિવમ દુબેને તક આપી શકે છે. હાલની T20 મેચમાં તિલક વર્માનું પ્રદર્શન એવરેજ રહ્યું છે. જેથી હવે આ આગામી ત્રીજી T20 મેચમાં કેટલાક ફેરફારો થવાની સંભાવના છે.

ત્યાર બાદ અક્ષર પટેલ જે ભારતીય બોલર છે. જેને પહેલી મેચમાં એક પણ વિકેટ ન મળી હતી. જ્યારે બીજી T20 મેચમાં ગ્લેન મેક્સવેલની વિકેટ લીધી હતી. જોકે આ વચ્ચે ત્રીજી મેચમાં એનું સ્થાન લગભગ નક્કી છે.

રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણા જે બંને બોલર છેલ્લી મેચમાં સારું પ્રદર્શન આપી 3 - 3 વિકેટ લીધી હતી. જેથી આ બંને બોલરોનું સ્થાન પણ નક્કી છે.

બીજી તરફ ભારતીય ટીમના બંને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર જે લગભગ નિશ્ચિત છે. જોકે આ બોલરો એ 1-1 વિકેટ લેવા સાથે ટિમ માટે આ બંને બોલર સામેની ટીમને રન આપવા માટે ખર્ચાળ સાબિત થયા હતા.
Published On - 5:57 pm, Mon, 27 November 23