ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20માં ઓપનર બેટ્સમેનની ધમાલ, ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટી
પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે શાનદાર જીત હાંસલ કર્યા બાદ સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા હવે બીજી મેચમાં પણ જીતનો સિલસિલો યથાવત રાખવા મેદાને પડી છે. આજે તિરુવનંતપુરમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ લીધી હતી. જોકે બીજી મેચમાં પણ બેટિંગમાં ભારતની ટીમે સારું પ્રદર્શન આપ્યું ત્યારે ઋતુરાજ ગાયકવાડે આ બીજી મેચમાં હાફ સેન્ચુરી લગાવી છે.