IND vs SA: શાર્દુલ ઠાકુરની બોલીંગ જોઇને અશ્વિન દંગ રહી ગયો, આખરે પુછી લીધુ કે ‘તુમ આખિર હો કૌન ?’

|

Jan 04, 2022 | 10:15 PM

શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ની પ્રથમ ઈનિંગમાં જેવુ 5 વિકેટ લેવાનું કારનામું કર્યું, ત્યાર બાદ અશ્વિને તેને મેચ દરમિયાન એક શાનદાર સવાલ પૂછ્યો.

1 / 6
જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ના પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ના બોલે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને વિકેટ પર ટકવા દીધા ન હતા. આ જમણા હાથના ફાસ્ટ બોલરે વિરોધી ટીમની 7 વિકેટ ઝડપી હતી. શરુઆતમાં શાર્દુલે એટલી ઝડપથી પાંચ વિકેટ લીધી કે તેનો સાથી બોલર આર અશ્વિન (Ashwin) પણ દંગ રહી ગયો. જેવી શાર્દુલ ઠાકુરે પોતાની પાંચ વિકેટ ઝડપી, આ ઓફ સ્પિનરે તેને એક અદ્ભુત સવાલ પૂછ્યો જે સ્ટમ્પમાં લગાવેલા માઈક્રોફોનથી આખી દુનિયાએ સાંભળ્યો.

2 / 6
અશ્વિને શાર્દુલ ઠાકુરને પૂછ્યું - તમે કોણ છો? તે બોલિંગ કરી અને વિકેટ પડી રહી છે ? અશ્વિનનો આ સવાલ એટલા માટે પણ માન્ય છે કારણ કે જ્યારે પણ ટીમ ઈન્ડિયાને જોહાનિસબર્ગમાં વિકેટની જરૂર પડી ત્યારે શાર્દુલ ઠાકુરે પોતાનું કામ પૂરું કર્યું.

3 / 6
શાર્દુલ ઠાકુરે પહેલા કીગન પીટરસન અને ડીન એલ્ગરની જોડી તોડી હતી જેણે 74 રન ઉમેર્યા હતા. આ પછી શાર્દુલે વેરેન અને ટેમ્બા બાવુમાની જોડી તોડી હતી, જેમની વચ્ચે અડધી સદીની ભાગીદારી હતી. અંતિમ મેચમાં પણ શાર્દુલે ડી કોક અને બાવુમા વચ્ચેની 72 રનની ભાગીદારી તોડી હતી.

4 / 6
શાર્દુલ ઠાકુરે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી હતી. શાર્દુલે તેની પ્રથમ પાંચ વિકેટ માટે માત્ર 68 બોલ ફેંક્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 37 ઓવર સુધી શાર્દુલને એક પણ ઓવર આપી ન હતી. પરંતુ જ્યારે તેને બોલ મળ્યો તો શાર્દુલે તબાહી મચાવી દીધી.

5 / 6
શાર્દુલે તેની પ્રથમ 4.5 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. આ પછી તેણે ટેમ્બા બાવુમાને આઉટ કરીને જોહાનિસબર્ગમાં પાંચ વિકેટ મેળવી હતી. આ મેદાન પર પાંચ વિકેટ લેનારો તે છઠ્ઠો ભારતીય બોલર છે. તેના પહેલા અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, શ્રીસંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી પણ જોહાનિસબર્ગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

6 / 6
ઠાકુરે 17.5 ઓવર કરીને પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શને મેચમાં રોમાંચ લાવી દીધો હતો. તેણે એકલા હાથે ભારતીય ટીમ પરના જોખમને ટાળવાનો સફળ પ્રયાસ કરતા દક્ષિણ આફ્રિકા 229 રનમાં જ ઓલઆઉટ થઇ શક્યુ હતુ. શામીએ 2 અને બુમરાહે 1 વિકેટ મેળવી હતી. અશ્વિનને એક પણ વિકેટ નસીબ થઇ નહોતી, તેણે 10 ઓવર કરીને હતી.

Next Photo Gallery