IND vs SA: દક્ષિણ આફ્રિકા માટે હવે શ્રેણી જીતવી વધુ મુશ્કેલ બની, ટીમનો વિસ્ફોટક ઓલરાઉન્ડર સીરિઝમાંથી બહાર થયો

|

Jun 16, 2022 | 7:44 AM

IND vs SA: ક્રિકેટ સાઉથ આફ્રિકા (Cricket South Africa) દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એઇડન માર્કરામને પણ બાકીની ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 શ્રેણીમાંથી (T20 Series) બહાર કરી દેવામાં આવ્યો છે.

1 / 5
ભારત સામેની T20 શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી એડન માર્કરામ આખી સિરીઝ માટે બહાર થઈ ગયો છે. માર્કરામ પ્રથમ ત્રણ મેચમાં પણ ટીમનો ભાગ ન હતો. પરંતુ હવે તે બાકીની બે મેચ રમી શકશે નહીં. (CSA)

2 / 5
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પ્રથમ T20 મેચ પહેલા માહિતી આપી હતી કે માર્કરામ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 8 જૂનના રોજ છેલ્લા રાઉન્ડના ટેસ્ટિંગમાં માર્કરામ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ટીમના અન્ય કોઈ સભ્યને ચેપ લાગ્યો ન હોવાથી શ્રેણી પર તેની અસર જોવા મળી ન હતી. માર્કરામ સંક્રમિત મળ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં હતો પરંતુ હવે તે ટૂંક સમયમાં જ દેશમાં પાછો જશે. (CSA)

3 / 5
માર્કરામ દક્ષિણ આફ્રિકાની T20 ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. પોતાના દેશ માટે આ સ્ટાર ખેલાડીએ 20 મેચમાં 39ની એવરેજથી 588 રન બનાવ્યા છે, આ સમયે તેનો સ્ટ્રાઈક રેટ 147 રહ્યો છે. તેણે પાર્ટ ટાઈમ સ્પિનર ​​તરીકે 5 વિકેટ પણ લીધી છે. ટીમમાં ટ્રિસ્ટન સ્ટબ્સને તક આપવામાં આવી છે. જેનું પ્રદર્શન પણ નોંધનીય રહ્યું હતું. (CSA)

4 / 5
દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં સારી શરૂઆત કરી હતી. પરંતુ હવે ત્રીજી ટી20માં હાર બાદ સીરીઝ જીતવાનો તેમનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. એડન માર્કરામ ટીમ માટે નિર્ણાયક બની શક્યો હોત. કારણ કે તે IPLમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે હૈદરાબાદ તરફથી રમતા 400 રન બનાવ્યા હતા. તેણે આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે 400 થી વધુ રન બનાવ્યા અને કેટલીક મેચોમાં ટીમને જીત અપાવી હતી. આ સાથે તે પાર્ટ ટાઈમ ઓફ સ્પિનથી પણ પ્રભાવ પાડ્યો હતો.

5 / 5
માર્કરમના જવાથી ભારતને બહુ ફરક નહીં પડે. કારણ કે માર્કરામ વિના પણ દક્ષિણ આફ્રિકાનું બેટિંગ આક્રમણ ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યું છે. મુલાકાતી ટીમે પ્રથમ T20માં 211 રનના રેકોર્ડનો પીછો કરી શાનદાર જીત મેળવી હતી.

Published On - 7:11 am, Thu, 16 June 22

Next Photo Gallery