1 / 5
કેન વિલિયમસન ભારત સામેની મુંબઈ ટેસ્ટમાં પણ ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ નહીં હોય. અગાઉ એવા અહેવાલ હતા કે ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલો કેન ટેસ્ટ શ્રેણીની મધ્યમાં ભારત આવશે. પરંતુ, જેમ જેમ શ્રેણી આગળ વધી અને કીવી ટીમ જીત નોંધાવતી રહી, તેની સાથે કેન વિલિયમસનની ભારત મુલાકાત પણ મોકૂફ થતી રહી. હવે જ્યારે મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમાવાની છે ત્યારે ફરી એકવાર ન્યુઝીલેન્ડ ક્રિકેટે નિવેદન જારી કરીને કેન વિલિયમસન અંગે અપડેટ આપી છે.