
18 મી ઓવરના ચોથા બોલ પર જ્યારે અમ્પાયર રિવ્યૂમાં આ બોલ નો બોલ હતો જેમાં ભૂલ બોલરની નહીં પંરતુ વિકેટ કીપર ઈશાન કિશનની હતી. કારણ કે તેણે આ બોલ વિકેટની આગળ થી પકડ્યો હતો. નિયમ એવો છે કે વિકેટ કીપર સ્ટંપ પાછળ થી જ બોલ પકડી શકે. જ્યારે આ બોલમાં ઈશાન કિશને સ્ટંપની આગળ થી બોલ પકડ્યો જેના કારણે અમ્પાયર રિવ્યૂમાં આ બોલ "NO" બોલ આપવામાં આવ્યો હતો.

આ બાદ "No" બોલ ને લઈ ફ્રી હિટનો લાભ લઈ ચોથા બોલમાં મેક્સવેલે 6 મારી હતી. જ્યારથી ભારત પર દબાણ શરૂ થયું હતું અને મેક્સવેલે રનનો વરસાદ શરૂ કર્યો હતો. આ બાદ જે ગેમ બદલાઈ હતી તેમાં છેલ્લી બે ઓવરમના એટ્લે કે 12 બોલમાં 43 રનની જરુર હતી.

18 મી ઓવરમાં 4 બોલના પરિણામ બાદ છેલ્લી બે ઓવરમાં પ્રેસર વધ્યું હતું અને આ છેલ્લી બે ઓવરમાં અક્ષર પટેલે અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓસ્ટ્રેલિયાને 43 રન આપ્યા હતા. જેમાં અક્ષર પટેલે 19 મી ઓવરમાં 22 રન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 20 મી ઓવરમાં 23 રન આપ્યા હતા. એટ્લે કે ચોક્કસ આ બંને ઓવર ભારતની હાર માટે જવાબદાર ગણાઈ શકે. સાથે 18 મી ઓવરનો ચોથો બોલ જેનું ભારતની હારનું કારણ ગણવામાં આવે તો ખોટું નહીં.
Published On - 11:48 pm, Tue, 28 November 23