છગ્ગા ચોગ્ગા વગર સૂનું પડ્યું ગ્રાઉન્ડ, ઓસ્ટ્રેલિયા સામે ટી20 માં ગુજરાતના સ્પિનર અક્ષર પટેલ સામે ન ટકી શકી કાંગારૂ ટીમ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી20 મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડર પ્લેયર અક્ષર પટેલ આજે ભારત ઓસ્ટ્રેલિયા ટી20 માં ધમાકેદાર બોલિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાના પ્લેયરોને કાળી પિચ પર ધૂળ ચટાવી છે. અક્ષર પટેલે ટી20 ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ લીધી છે. એટ્લે કે આજની મેચનો હીરો ચોક્કસ અક્ષર પટેલ છે તેમ કહેવામા આવે તો ખોટું નથી. અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે.
અક્ષર પટેલ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે. રાયપુરના આ સ્ટેડિયમની પિચ ફ્લેટ છે. જોકે આ ફ્લેટ પિચ સ્પિનર માટે અઘરી સાબિત થાય છે તેવું કહેવામાં આવે છે પરંતુ આ કાળી માટીની પિચ પર પણ અક્ષરે કમાલ કરી બતાવ્યો. સ્પિનરો માટે ડેડ પિચમાં તેણે ઓસ્ટ્રેલિયાના પ્લેયરોને રન બનાવવા તરસાવી દીધા હતા.
6 / 6
અક્ષર પટેલ 7, 5,9, અને 12 મી ઓવરમાં બોલિંગ કરી હતી. જોકે આજની અક્ષર પટેલની બોલિંગ એ ભારત માટે ગેમ ચેંજર સાબિત થાય તો ખોટું નથી.