
ગોવા તરફથી બોલિંગની શરૂઆત અર્જુન તેંડુલકરે કરી હતી. તેણે પોતાની ટીમને ખૂબ જ સારી શરૂઆત અપાવી. અર્જુન તેંડુલકરે તેના બીજા સ્પેલમાં વિકેટ લેવાની પ્રક્રિયા શરૂ કરી અને એક પછી એક 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. અર્જુન તેંડુલકરે 10 ઓવરમાં 6.10ના ઈકોનોમી રેટથી 61 રન આપ્યા અને કુલ 3 વિકેટ લીધી. તેણે કાર્તિક બિસ્વાલ, અભિષેક રાઉત અને રાજેશ મોહંતીને પોતાનો શિકાર બનાવ્યો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેને કુલ 3 મેચ રમવાની તક મળી. પરંતુ આ મેચોમાં તે માત્ર 1 જ વિકેટ લઈ શક્યો અને પછી ટીમની બહાર થઈ ગયો. આ પછી અર્જુન તેંડુલકર દુબઈમાં રજાઓ ગાળતો જોવા મળ્યો હતો. પરંતુ હવે તેણે જોરદાર વાપસી કરી છે. (All Photo Credit : PTI / Getty)