
1986માં ચેતનાએ મૈસુરમાં સ્ટોર બ્રોકર સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નમાં તે ખુશ નહોતી. પતિથી દૂર રહેવા માટે તેણે ટ્રાવેલ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ લગ્નથી તેને એક પુત્રી પણ હતી.ચેતનાએ વર્ષ 1998માં તેના પતિથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય કર્યો, જેમાં કુંબલેએ તેનો સાથ આપ્યો હતો.

કુંબલેએ પોતાના પ્રેમથી ચેતનાનું દિલ જીતી લીધું. બંનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. કુંબલે અને ચેતનાના લગ્ન થયા ત્યારે ચેતનાને એક પુત્રી પણ હતી. દીકરીની જવાબદારી લેવા માટે અનિલ કુંબલે ચેતના સાથે મળી કોર્ટની લાંબી લડાઈ લડી હતી. ચેતના તેની પુત્રીને તેની સાથે રાખવા માંગતી હતી પરંતુ તેનો પ્રથમ પતિ આ વાતથી ખુશ ન હતો.

અરુણી પછી કુંબલે અને ચેતના માયા અને સ્વસ્તીના માતા-પિતા બન્યા.અનિલ કુંબલે ત્રણેય બાળકોને ખુબ પ્રેમ કરે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથે ફોટો શેર કરતા રહે છે.
Published On - 8:30 am, Tue, 17 October 23