પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર સાથે છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું ખાસ કનેક્શન
દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે. તેને પાકિસ્તાનમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હતું અને કરાચીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હોવાના અહેવાલ છે. દાઉદ પર 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આરોપો છે. દાઉદ પાકિસ્તાનના એક દિગ્ગજ ક્રિકેટર સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. આ ક્રિકેટરના પુત્ર સાથે દાઉદની પુત્રીના લગ્ન થયા છે.