
ક્રિકેટર મુકેશ અને દિવ્યાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુકેશ કુમારના ભાઈ-બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. મુકેશ કુમાર તેના પરિવારમાં સૌથી નાનો છે. તેનો એક ભાઈ ખેડુત છે અને એક ભાઈ પ્રાઈવેટ નોકરી કરે છે.

મુકેશ કુમારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ટી 20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી છે. સિરીઝની 2 મેચ બાદ લગ્ન કર્યા છે. ત્રીજી ટી 20 મેચમાં મુકેશ કુમાર લગ્નના કારણે સામેલ થયો ન હતો.