ક્રિકેટના ઇતિહાસમાં ટોચના 10 સૌથી ફાસ્ટ બોલર, જેમની બોલિંગથી ધ્રુજી ઉઠી હતી પીચ
ક્રિકેટના કેટલાક રેકોર્ડ એવા છે જે ભાગ્યે જ તૂટ્યા છે. તેમાંથી એક શોએબ અખ્તરનો સૌથી ઝડપી બોલનો રેકોર્ડ છે. શોએબના નામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ છે, જેને આજે પણ કોઈ તોડી શક્યું નથી. આ લિસ્ટમાં ભારતનો કોઈ ખેલાડી હજુ સુધી આવ્યો નથી.
1 / 10
શોએબના નામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ છે, જેને આજે પણ કોઈ તોડી શક્યું નથી. તો ચાલો આજે આપણે અન્ય કેટલાક એવા ખેલાડીઓ જોઈએ જેમના નામે ફાસ્ટ બોલિંગ ફેંકવાનો રેકોર્ડ છે. જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે.
2 / 10
ઓસ્ટ્રેલિયાનો બોલર શોન ટેટે 2010માં ઈંગ્લેન્ડના ખેલાડીને161.1 કિમી/કલાકની સ્પીડથી બોલ નાંખ્યો હતો. ટેટે 59 વનડેમાં 95 વિકેટ લીધી છે.
3 / 10
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર બ્રેટ લીએ ન્યુઝીલેન્ડના કેગ કમિંગ વિરુદ્ધ 2005માં 161.1 કિમી/કલાકની સ્પીડથી બોલિંગ કરી હતી. તેના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 700 વિકેટ છે.
4 / 10
રસપ્રદ વાત તો એ છે કે, આગામી નામ પણ ઓસ્ટ્રેલિયાના બોલર જેફ થોમસનનું છે. જેફે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 1975માં 160.6 કિમી/કલાકે બોલિંગ કરી હતી. તેના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 255 વિકેટ છે.
5 / 10
મિશેલ સ્ટાર્ક 5માં નંબર પર છે. સૌથી ખતરનાક બોલરોમાંથી એક સ્ટાર્કે 2015માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. તેની સામે રોસ ટેલર હતો.
6 / 10
વેસ્ટઈન્ડિઝનો એન્ડી રોબર્ટ્સ છઠ્ઠા નંબર પર છે. તેમણે 1975માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 159.5 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી હતી. તેના નામે ટેસ્ટમાં 202 અને વનડેમાં 87 વિકેટ છે.
7 / 10
સાતમાં સ્થઆને પણ વેસ્ટઈન્ડિઝનો અન્ય એક ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્સ છે. તેમણે 2003માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 157.7 કિમી/કલાકે બોલિંગ કરી હતી.
8 / 10
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોન્સનની સ્પીડ 156.8 કિમી/કલાક છે. તેમણે આ બોલ 2013-14 એશેઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેલબર્નમાં ટેસ્ટમાં ફેક્યો હતો.
9 / 10
ટોપ 10 લિસ્ટમાં બીજો પાકિસ્તાન બોલર મોહમ્મદ સામી છે. સામી 2003માં શારજહામાં ઝિમ્બામ્બે વિરુદ્ધ 156.4 કિમી/કલાકથી બોલ ફેંક્યો હતો.
10 / 10
ફાસ્ટ બોલર શેન બોન્ડે 2003 વર્લ્ડ કપમાં ભારત સામે 156.4 કિમી/કલાકની સૌથી ઝડપી બોલિંગ કરી હતી.