તુષાર દેશપાંડેની વાત કરીએ તો તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે. અને હાલમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. કરિયરમાં અત્યારસુધી આઈપીએલમાં 23 મેચ રમી છે.
બંન્નેએ આ વર્ષે સગાઈ કરી હતી અને હવે 21 ડિસેમ્બરના રોજ તેની સાથે સાત ફેરા લીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને લગ્નની શુભકામના પાઠવી છે. તુષાર દેશપાંડે જે ફોટો શેર કર્યા છે. તેમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે.
તુષારે સ્કૂલ ક્રશ નાભા સાથે તેના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. આ ફાસ્ટ બોલરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કર્યા છે.
તુષાર-નાભાના લગ્નમાં શિવમ દુબે પણ સામેલ થયો હતો. તમને જણાવી દઈએ કે, તુષાર દેશ પાંડે આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો.
નભા આર્ટિસ્ટ છે અને ગિફટ ડિઝાઇન કરે છે. બંને એકબીજાને બાળપણથી ઓળખે છે અને નાભા તુષાર દેશપાંડેનો બાળપણનો ક્રશ હતી.