
ઘરેલુ મેચોમાં રિંકુના પ્રદર્શનની વાત કરીયે તો અત્યાર સુધી તેને 105 મેચમાં 2198 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 13 અડધી સદી ફટકારી છે. રિંકુનો સર્વશ્રેષ્ઠ ટી20 સ્કોર 79 રન છે. જો ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં રિંકુનું પ્રદર્શન જોઈએ તો તે પણ સારું રહ્યું છે. રિંકુએ 9 મેચમાં 174 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયા માટે જીતેશ શર્મા પણ સારો વિકલ્પ બની શકે છે. તેને હાલમાં જ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જીતેશે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં 35 રનની ઈનિંગ રમી હતી. તેને રાયપુરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ડોમેસ્ટિક મેચોમાં જીતેશનો રેકોર્ડ સારો છે. તેને 101 ટી20 મેચમાં 2243 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં એક સદી અને 10 અડધી સદી ફટકારી છે. જીતેશે 47 લિસ્ટ એ મેચમાં 1350 રન બનાવ્યા છે.