અજિંક્ય રહાણેની તોફાની ફિફ્ટી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નંબર-1 બેટ્સમેન બન્યો

|

Dec 13, 2024 | 4:02 PM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમી ફાઈનલમાં અજિંક્ય રહાણેએ તોફાની અડધી સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.

1 / 5
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અજિંક્ય રહાણેનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. આ જમણા હાથના બેટ્સમેને મુંબઈ સામે તોફાની અડધી સદી ફટકારી હતી અને રહાણેએ માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી અને આ તોફાની ઈનિંગ સાથે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નંબર 1 બેટ્સમેન પણ બન્યો હતો. રહાણેએ ટૂર્નામેન્ટમાં 353 રનનો આંકડો પાર કરતાની સાથે જ તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. તેણે બિહારના સકીબુલ ગનીને પાછળ છોડી દીધો.

2 / 5
અજિંક્ય રહાણે પૃથ્વી શો સાથે ઓપનિંગમાં આવ્યો હતો. શો માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો પરંતુ રહાણેએ આવતાની સાથે જ બરોડાના બોલરોને પછાડી દીધા હતા. ક્રિઝ પર આવતાની સાથે જ તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ માત્ર 28 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. મોટી વાત એ છે કે ટૂર્નામેન્ટમાં આ તેની પાંચમી અડધી સદી છે.

3 / 5
રહાણેએ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ 34 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. કેરળ વિરૂદ્ધ તેણે 35 બોલમાં 68 રન બનાવ્યા હતા. આંધ્ર સામે તે 54 બોલમાં 95 રન બનાવવામાં સફળ રહ્યો હતો. વિદર્ભ સામે તેણે 45 બોલમાં 85 રન બનાવ્યા અને હવે બરોડા સામે તેણે તોફાની અડધી સદી ફટકારી.

4 / 5
અજિંક્ય રહાણેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પાંચ અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટની એક સિઝનમાં પાંચ અડધી સદી ફટકારનાર તે મુંબઈનો પ્રથમ ખેલાડી છે.

5 / 5
અજિંક્ય રહાણેનું તોફાની ફોર્મ KKR માટે સારા સમાચાર છે. KKRએ આ ખેલાડીને IPL 2025 માટે ખરીદ્યો છે. રહાણેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. રહાણે જે ફોર્મમાં છે તે જોતા લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે. જો કે એવી અટકળો પણ ચાલી રહી છે કે રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 3:36 pm, Fri, 13 December 24

Next Photo Gallery