દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટે પાઠવ્યું સમન્સ, બિઝનેસમેને લગાવ્યો છેતરપિંડીનો આરોપ

દિલ્હીની એક કોર્ટે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને સમન્સ જારી કર્યું છે. છેતરપિંડીના કેસમાં ધર્મેન્દ્ર અને અન્ય બે લોકો સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે.

| Updated on: Dec 10, 2024 | 10:18 AM
4 / 5
ફરિયાદી સુશીલ કુમાર વતી એડવોકેટ ડીડી પાંડેએ કેસ રજૂ કર્યો હતો. ફરિયાદી સુશીલ કુમારના જણાવ્યા મુજબ, એપ્રિલ 2018 માં, સહ-આરોપીઓએ NH-24/NH-9 પર ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઇઝી ખોલવાની ઓફર સાથે તેમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીને કથિત રીતે ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી કે કનોટ પ્લેસ, દિલ્હી અને મુરથલ, હરિયાણામાં આવેલી રેસ્ટોરન્ટની શાખાઓ લગભગ રૂ. 70 થી 80 લાખનું માસિક ટર્નઓવર કરે છે.

5 / 5
ફરિયાદીને વચન આપવામાં આવ્યું હતું કે તેના રોકાણ પર સાત ટકા નફાની ખાતરીના બદલામાં તેણે રૂ. 41 લાખનું રોકાણ કરવું પડશે. ફરિયાદીને એવું પણ વચન આપવામાં આવ્યું હતું કે તેને ઉત્તર પ્રદેશમાં ફ્રેન્ચાઇઝી સ્થાપવા માટે સંપૂર્ણ મદદ મળશે. એવું જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદી અને સહ-આરોપીઓ વચ્ચે ઈ-મેઈલની આપ-લે થઈ હતી અને આ સંદર્ભે અનેક બેઠકો પણ યોજાઈ હતી.