Coromandel Express Accident: ઓડિશા દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, ઘટના બાદ બચાવ કામગીરી તેજ

|

Jun 03, 2023 | 12:50 PM

ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સેના પણ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. આ સિવાય એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

1 / 6
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના(Coromandel Express Train)માં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પીએમઓએ ઘાયલોને 50-50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે. (ફોટો ક્રેડિટ- PTI)

2 / 6
દુર્ઘટના મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓડિશાના બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલસામાન ટ્રેન અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે.(ફોટો ક્રેડિટ- PTI)

3 / 6
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે તેમણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હતો, અને તેમના મંત્રાલયને ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી." રેલ્વે મંત્રાલયે મૃતકોના નજીકના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને નજીવી ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. માહિતી મુજબ, CRS/SE સર્કલ એ.એમ. ચૌધરી અકસ્માતની તપાસ કરશે.(ફોટો ક્રેડિટ- PTI)

4 / 6
ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સેના પણ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. આ સિવાય એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બોગીમાં હજુ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘણા લોકો ટ્રેનની નીચે પણ ફસાયા છે.(ફોટો ક્રેડિટ- PTI)

5 / 6
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાના સમાચાર છે. બીજી તરફ ઓડિશાના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. તેમણે તબીબોની ટીમ પણ ઘટનાસ્થળે મોકલી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલાથી જ સ્થળ પર હાજર છે. બીજી બાજુ, બાલાસોરથી ટીએમસી સાંસદ ડોલા સેને કહ્યું કે, તેમણે તેમના જીવનમાં આવો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ક્યારેય જોયો નથી. બંને પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ ભરાઈ ગઈ હતી. બંને ટ્રેનમાં એકસાથે 3000 થી 4000 લોકો બેસી શકે તેવી શક્યતા છે.(ફોટો ક્રેડિટ- PTI)

6 / 6
ત્યારે આ ઘટનાને લઈને પીએમ મોદી હાઈલેવલની બેઠક બોલાવી છે તેમજ ઘટનાની ગંભિરતાને જોતા હવે ખુદ પીએમ બાલાસોર જવા નીકળશે. આ દરમિયાન સામાન્ય જનતા પણ ટ્રેન દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે આગળ આવી રહી છે. હોસ્પિટલોમાં પીડિતો માટે રક્તદાન કરવા માટે લોકોની લાઈન લાગી છે. રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરતી વખતે, ઓડિશાના ઘણા લોકો રક્તદાન કરવા હોસ્પિટલો પહોંચી રહ્યા છે.(ફોટો ક્રેડિટ- PTI)

Next Photo Gallery