
હૃદય રોગમાં ફાયદાકારક- જાંબુમાં પોટેશિયમની ભરપુર માત્રા સમાયેલી હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવમાં મદદ કરે છે. ૧૦૦ ગ્રામ જાંબુમાં ૫૫ મિલીગ્રામ પોટેશિયમ હોય છે. હાઇબ્લડ પ્રેશર, હૃદય રોગ એ સ્ટ્રોકજેવી હીમારીને દૂર રાખવામાં આ ફળનું સેવન ફાયદાકારક છે.

ડાયેરિયા- ડાયેરિયા જેવી તકલીફમાં જાંબુને સિંધવ સાથે ખાવાથી રાહત થાય છે.

દાંત-પેઢા- દાંત અને પેઢા સાથે જોડાયેલી સમસયામાં જાંબુના બિયાં અસરકારક છે. તેને સુકવીને તેનો પાવડર બનાવીને તેનું મંજન કરવાથી રાહત થાય છે.

ત્વચા માટે લાભકારી- જાંબુમાં વિટામિન સી સમાયેલું હોય છે, જે ત્વચાને નિખારે છે.તેમાં એન્ટી એજિંગ તત્વ પણ સમાયેલું હોય છે

જાંબુનું સેવન પાચન માટે ફાયદાકારક છે- તેમાં સમાયેલ વિટામિન એ અને સી શરીરને ડિટોક્સીફાઇ કરીને પાચન કરવામાં સહાયક છે. આંતરડામાં સોજા, કબજિયાત અને ગેસ જેવી તકલીફોને ઓછી કરે છે.