
અહીં સરેરાશ તાપમાન -55 ડિગ્રી સેલ્સિયસ છે. આ જગ્યાએ કોઈ વૃક્ષો, છોડ કે પ્રાણીઓ જોવા મળતા નથી. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો પૃથ્વીના ઈતિહાસ વિશે જાણવા માટે અહીં સંશોધન કરે છે.

આ સ્ટેશન દરિયાની સપાટીથી લગભગ 3500 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જેમ જેમ ઊંચાઈ વધે છે તેમ તાપમાન પણ ઘટે છે. એન્ટાર્કટિકા ધ્રુવીય પ્રદેશમાં સ્થિત છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા નથી. તેથી તાપમાન નીચું રહે છે.

આ સ્ટેશન પર વૈજ્ઞાનિકો રહે છે, પરંતુ તેમના માટે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમને ખાસ પ્રકારનાં કપડાં અને સાધનોનો ઉપયોગ કરવો પડે છે જેથી તેઓ આવી ઠંડીમાં ટકી શકે. (Image - freepik)