
ખાવાનો સોડા અને લીંબુનો રસ લગાવો : બેકિંગ સોડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ ગુણ હોય છે. લીંબુમાં પોટેશિયમ, આયર્ન અને સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ બંનેનું મિશ્રણ સફાઈ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવીને તમે શૂઝને સાફ કરી શકો છો.

ખાવાનો સોડા અને લીંબુના રસને બનાવવા માટે એક બાઉલમાં ખાવાનો સોડા લો અને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. હવે શૂઝ પર જ્યાં પણ ડાઘ હોય ત્યાં આ મિશ્રણ લગાવો. થોડા સમય પછી ટૂથબ્રશની મદદથી શૂઝને સાફ કરો. હવે શૂઝને સૂકવવા માટે છોડી દો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને કોટનના કપડાથી લૂછી લો.

વિનેગર વાપરો : તમે વિનેગરની મદદથી પણ શૂઝ સાફ કરી શકો છો. આ માટે સોફ્ટ બ્રશ લો અને તેને વિનેગરથી સારી રીતે પલાળી દો. પછી આ બ્રશથી શૂઝને હળવા હાથે ઘસો. થોડી જ વારમાં જૂતામાંથી ગંદકી સાફ થઈ જશે અને જૂતા ચમકવા લાગશે.