
મની હેઇસ્ટ: બર્લિન - બધા લોકોને ગમતી એવી પ્રખ્યાત વેબ સિરીઝ મની હેસ્ટને કોણ ભૂલી શકે? હવે આ સિરીઝના પાત્ર બર્લિન પર વેબ સિરીઝ 'મની હેઇસ્ટઃ બર્લિન' આવી રહી છે. તે 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થવા જઈ રહ્યું છે.

ધ ક્રાઉન : Netflix સિરીઝ The Crown નો સેકન્ડ પાર્ટ આવવાનો છે. આ સિઝનમાં ક્વીન એલિઝાબેથ 2 તરીકે ઇમેલ્ડા સ્ટૉન્ટન, પ્રિન્સેસ ડાયના તરીકે એલિઝાબેથ ડેબિકી, પ્રિન્સ વિલિયમ તરીકે એડ મેકવી, પ્રિન્સ હેરી તરીકે લ્યુથર ફોર્ડ, કેટ મિડલટન તરીકે મેગ બેલામી અને જોનાથન પ્રાઇસ દેખાશે. તેનો ભાગ 1 ગયા મહિને 16 નવેમ્બરે આવ્યો હતો.

ચમક : ગિપ્પી ગ્રેવાલ, પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, મોહિત મલિક, ઈશા તલવાર, મુકેશ છાબરા, પ્રિન્સ કંવલજીત સિંહ, સુવિંદર (વિકી) પાલ અને આકાસા સિંહ મ્યુઝિકલ થ્રિલર વેબ સિરીઝ 'ચમક'માં જોવા મળશે. ચમકની વાર્તા કેનેડાના યુવા કલાકાર કાલાની સ્ટોરીને વર્ણવશે. આ સીરિઝ સોની લિવ પર 7મી ડિસેમ્બરે રિલીઝ થશે.

માય લાઇફ વિથ ધ વોલ્ટર બોયઝ : માય લાઇફ વિથ ધ વોલ્ટર બોયઝ એ કોરિયન ઝોમ્બી હોરર થ્રિલર વેબ સિરીઝ છે. ચાહકોએ તેની પ્રથમ સીઝન પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને હવે તેની બીજી સીઝન પણ આવી ગઈ છે. તે 7 ડિસેમ્બરે Netflix પર રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આ 15 વર્ષના જેકી હોવર્ડની સ્ટોરીને બતાવવામાં આવી છે. જેણે એક દુ:ખદ અકસ્માતમાં પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો હોય છે.