
નવનીત કૌર રાણા : તે તેલુગુ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. નવનીત કૌર રાણા ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચર્ચામાં રહી હતી. પરંતુ રાજકારણી રવિ રાણા સાથે લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મોથી દૂરી લીધી હતી. નવનીત કૌર રાણા હાલમાં અમરાવતીથી સાંસદ છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

રાધિકા કુમારસ્વામી : તે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પત્ની છે. રાધિકા કુમારસ્વામીએ તેની સાથે વર્ષ 2006માં લગ્ન કર્યા હતા, પરંતુ તેણે ચાર વર્ષ બાદ પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો. રાધિકા કુમારસ્વામી હજુ પણ સાઉથ સિનેમાની ફિલ્મોમાં સક્રિય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

અમૃતા ફડણવીસ: અમૃતા ફડણવીસ ભલે અભિનેત્રી ન હોય પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રિ સાથે જોડાયેલ છે. તેમણે મહારાષ્ટ્રના પીઢ અભિનેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અમૃતા ફડણવીસ ભલે ફિલ્મોમાં દેખાઈ ન હોય, પરંતુ તેણે ફિલ્મોમાં પોતાના ગીતોથી ચર્ચામાં રહે છે. તે ગાયક છે.