Ganesh Chaturthi 2022 : ગણેશોત્સવ પર ફિલ્મી ફિવર, ક્યારેક ‘સિંઘમ’માં જોવા મળ્યા ગણપતિ બાપ્પા તો ક્યારેક ‘પુષ્પા’ અવતાર

|

Sep 01, 2022 | 5:22 PM

Ganesh Chaturthi 2022 : સાઉથના સ્ટાર્સનો ક્રેઝ માત્ર ફિલ્મો પૂરતો મર્યાદિત નથી. તમે એવું કહી શકો છો કે આ લોકોનું પાગલપન છે કે સાઉથ સ્ટાર્સના લુકમાં ભગવાન ગણેશની મૂર્તિ બનાવી છે.

1 / 8
સાઉથના કલાકારોનો ક્રેઝ લોકો માથા પર ચડી ગયો છે. હવે તો ભગવાન ગણેશની મૂર્તિ પણ સાઉથ સ્ટાર્સની સ્ટાઈલમાં જોવા મળે છે. શિલ્પકારોએ એ જ એક્ટરોની અદાઓ પર ભગવાન ગણેશની મૂર્તિ કોતરેલી છે. આ મૂર્તિમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણની તસવીર દેખાઈ રહી છે.

2 / 8
રામ ચરણના રૂપમાં ભગવાન ગણેશની આ મૂર્તિ લોકોમાં ચર્ચાનો વિષય છે. લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. બજારોમાં પણ આ પ્રકારની મૂર્તિની ઘણી માંગ છે.

3 / 8
આ દિવાનગી ન કહો તો બીજું શું કહેવું કે, શિલ્પકારો લોકોની વિચારસરણીને સમજીને ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે. હવે આ મૂર્તિને જ જુઓ, મૂર્તિ બનાવનારને લાગે છે કે અલ્લુ અર્જુનને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં પુષ્પા તરીકે ખૂબ જ પસંદ આવી છે, એટલે જ કલાકારે બાપ્પાની આવી મૂર્તિ બનાવી છે.

4 / 8
આ લિસ્ટમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ પણ પાછળ નથી. શિલ્પકારે 'બાહુબલી'ની અદાઓ પર પ્રભાસના રૂપમાં ભગવાન ગણેશની મૂર્તિ બનાવી છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સફેદ રંગની આ ગણેશની મૂર્તિની માંગ પણ ઘણી વધારે છે. આ મૂર્તિમાં બતાવવામાં આવ્યું છે કે, ભગવાન ગણેશ તેમના પિતા ભગવાન શંકરને ખભા પર લઈ જઈ રહ્યા છે.

5 / 8
કલાકારે ભગવાન ગણેશની સાથે દિવંગત સાઉથ સુપરસ્ટાર પુનીત રાજકુમારને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી છે. ભગવાન ગણેશની સાથે પુનીત રાજકુમારની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પુનીત રાજકુમાર કાળા કોર્ટમાં અને પેન્ટમાં જોવા મળે છે અને બાપ્પાની પાછળ ઉભો છે.

6 / 8
લોકોએ ક્યારેય 'મખ્ખી' શૈલીમાં બાપ્પાની મૂર્તિની અપેક્ષા રાખી ન હતી. આ અવતારમાં તેની મૂર્તિ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સાઉથના સુપરસ્ટાર કિચા સુદીપની ફિલ્મ 'મખ્ખી'માં નાની 'મખ્ખી'ની ભૂમિકા ભજવી હતી.

7 / 8
બાપ્પાની મૂર્તિ પણ મુંબઈ પોલીસના રૂપમાં બનાવવામાં આવી છે અને તેની સ્થાપના મુંબઈના વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. વિલે પાર્લે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ જણાવ્યું હતું કે, આ કન્સેપ્ટ અપરાધ, ટ્રાફિક નિયમો અને ખાસ કરીને સાયબર ફ્રોડ સંબંધિત જાગૃતિ ફેલાવવાનો છે. જાગૃતિ માટે એક મરાઠી ગીત વારાફરતી વગાડવામાં આવે છે.

8 / 8
બાપ્પાની મૂર્તિને અલગ-અલગ રીતે રજૂ કરવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. આ પહેલા પણ બાપ્પાને 'સ્પાઈડર મેન' લુકમાં બતાવવામાં આવ્યા હતા. આ લુકમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ જોઈને લોકો પણ ચોંકી ગયા હતા.

Next Photo Gallery