
સુપરહીરોની દિવાળીની તસવીરોમાં કેપ્ટન અમેરિકા પણ સામેલ છે. કેપ્ટન અમેરિકા ડ્રાયફ્રુટ્સની દુકાનમાં ખરીદી કરતા જોવા મળે છે.

આ તસવીરમાં પ્રખ્યાત બેટમેન જોવા મળે છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે બેટમેનના હાથમાં ઘણા બધા ફટાકડા છે અને એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી ઉજવણી થશે.

આ ફોટોમાં હલ્ક જોવા મળી રહ્યો છે, જે કાદવમાં દિવડા સાથે જોવા મળી રહ્યો છે. તસવીર જોઈને લાગે છે કે હલ્ક દીવો બનાવી રહ્યો છે.

સુપરહીરો એક્વામેન બનીને બધાનું દિલ જીતનાર એક્ટર જેસન મોમોઆ પણ આ યાદીમાં સામેલ છે. જેસન એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં સ્પાર્કલર ધરાવે છે.

આ તસવીરમાં સુપરમેન મીણબત્તીની લાઈટ પાસે બેઠો જોવા મળે છે.

આ તસવીરમાં થોર ફેમ એક્ટર ક્રિસ હેમ્સવર્થ જોવા મળી રહ્યો છે, જે એકદમ શાનદાર લાગી રહ્યો છે. તસવીરમાં તે દીવા સામે બેઠો છે.

આ તસવીરમાં ડોક્ટર સ્ટ્રેન્જ કેટલાક દીવા સાથે જોવા મળે છે અને તેમના ચહેરા પર સ્માઇલ છે.

આ દિવસોમાં ચર્ચામાં રહેલ લોકી પણ આ યાદીમાં સામેલ છે. લોકી સામે કેટલાક ડ્રાયફ્રુટ્સ પણ જોવા મળે છે. ફોટોમાં લોકીના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે. (ફોટો ક્રેડિટ: instagram/saixd)
Published On - 11:21 pm, Fri, 10 November 23