
બૈજુ બાવરા - સંજય લીલા ભણસાલીની ફિલ્મ બૈજુ બાવરાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ હવે આ ફિલ્મના શૂટિંગની પ્રક્રિયા પર કામ શરૂ થઈ ગયું છે. જ્યારે પણ રણવીર અને ભણસાલી સાહેબ સાથે આવે છે, ત્યારે ફિલ્મ હિટ જ સાબિત થાય છે.

ડોન 3 - ડોન 3ની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે. રણવીર સિંહ ડોનનો રોલ કરવા માટે એક્સાઈટેડ છે. ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી આ ફિલ્મથી ફેન્સને ઘણી આશા છે.